લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / મુંબઈ ઈંડિયંસના ખેલાડી રોહિત શર્માને રૂ.12 લાખનો દંડ ફટકારાયો

આઇ.પી.એલ 2021ની 13મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.જે મેચ બાદ મુંબઇના કેપ્ટન રોહિત શર્માને સ્લો ઓવરરેટને લીધે રૂ.12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.આમ આ સિઝનમાં મુંબઇએ પ્રથમ વખત નિર્ધારીત સમય અનુસાર ઓછી ઓવર નાંખી,જેના કારણે તેને રૂ.12 લાખનો દંડ કરાયો છે.આમ આઇ.પી.એલ આચારસંહિતા અનુસાર જો કોઇ ટીમ પ્રથમવખત સ્લોઓવર રેટના નિયમોનું ઉલ્લંઘન કરશે તો કેપ્ટન પર ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારાશે.ત્યારે આ સિઝનમાં મુંબઇની ટીમ બીજીવખત આ પ્રકારની ભૂલ કરશે તો કેપ્ટન પર રૂ.24 લાખ અને બાકી ખેલાડીઓને ૨૫ ટકા મેચ ફી અથવા ૬ લાખ રૂપિયા,જે ઓછું હોય તે દંડ ફટકારાશે.