લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇ.પી.એલમાં આજે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે ટક્કર જોવા મળશે

ચેન્નાઈ સુપરકિંગ્સને પ્રથમ મેચમાં હરાવીને આત્મવિશ્વાસથી ભરપૂર દિલ્હીની ટીમનો સામનો આજે રાજસ્થાન રોયલ્સ સામે થશે.જેમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમ્સન પંજાબ કિંગ્સ સામે સુપર ઇનિંગ રમ્યો હતો.જેથી ટીમને આશા છે કે તેઓ બીજી મેચમાં પણ શાનદાર દેખાવ કરી ટીમને વિજયી બનાવવામા મહત્વની ભૂમિકા ભજવી શકે છે.પરંતુ બીજા ખેલાડીઓએ તેને સમર્થન આપવુ જરૂરી છે.

આમ દિલ્હીએ પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે સાત વિકેટે વિજય મેળવ્યો છે.જ્યારે રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ્સ સામે હાઈસ્કોરિંગ મુકાબલામાં ફક્ત ચાર રને પરાજીત થયું હતું.આ સિવાય રાજસ્થાન રોયલ્સને બીજો મોટો ફટકો પડ્યો છે જેમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઇજાગ્રસ્ત થયો છે.જેના લીધે તે સમગ્ર આઇ.પી.એલ ગુમાવશે.આમ બેન સ્ટોક્સની ગેરહાજરીમાં જોસ બટલર,રિયાન પરાગ અને શિવમ દુબે પર વધુ દબાણ આવશે.