લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇ.પી.એલમાં આજે હૈદરાબાદને બેંગ્લોર સામે પ્રથમ વિજયની આશા

આઇ.પી.એલમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જ બેંગ્લોરની ટીમ વિજયી પ્રારંભ કર્યા પછી આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીતીને પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઇરાદા સાથે ઉતરશે.જેમાં બેંગ્લોરે આ વખતની સ્પર્ધાનો વિજયી પ્રારંભ પાંચ વખતની ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમને હરાવી કર્યો છે.ત્યારે ડેવિડ વોર્નરની કેપ્ટન્સી હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ કોલકાતા નાઇટરાઇડર્સ સામે હારી ગઈ હતી.આમ પ્રથમ મેચમાં મળેલા વિજય તેમજ દેવદત્ત પડિક્કલ કોવિડ-૧૯માંથી પરત ફરતા ટીમ વધુ મજબૂત બની છે.ત્યારે આર.સી.બી આગામી મેચોમાં મોહમ્મદ અઝહરુદ્દીન અને ઔસ્ત્રલિયન સ્પિનર એડમ ઝમ્પાને ઉતારી શકે છે.

ત્યારે આર.સી.બીનો મુખ્ય બેટિંગ આધાર કેપ્ટન કોહલી,એ.બી ડીવિલિયર્સ ઉપર છે.ત્યારે હવે મેક્સવેલનો પણ સમાવેશ થયો છે.આમ દેવદત્ત પડિક્કલની જો વાત કરવામાં આવે તો પડિક્કલે વર્ષ 2020માં આઇ.પી.એલની 15 મેચોમાં 473 રન ફટકાર્યા હતા,જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમા 6 મેચોમાં 43.60ની સરેરાશથી 218 રન ફટકાર્યા હતા.આ સિવાય વિજય હઝારે ટ્રોફીની 7 મેચમા 737 રન ફટકાર્યા હતા.