લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આજે આઇ.પી.એલમાં કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે મેચ,હૈદરાબાદ ટીમના ટોપ ઓર્ડરમાં તકલીફો

આઇ.પી.એલ 2021માં ચેમ્પિયન કોલકત્તા નાઇટ રાઇડર્સનો સામનો વર્ષ 2016ની વિજેતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સામે થશે.જે મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં થશે.જેમાં સુકાની ડેવિડ વોર્નર,જોની બેયરસ્ટો અને કેન વિલિયમ્સનમાંથી કોઇ બે ખેલાડીઓ રમશે.ત્યારે મનીષ પાંડે અને કેદાર જાધવનો અનુભવ મધ્યક્રમમાં મહત્વપુર્ણ રહેશે.જ્યારે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે વિજય શંકર અને વિન્ડીઝના જેસન હોલ્ડર છે.ત્યારે કોલકત્તા ટીમની જો વાત કરવામાં આવે તો તેમાં વિસ્ફોટક ખેલાડી શુભમન ગીલ અને રાહુલ ત્રિપાઠીને બાદ કરતા નીતીશ રાણા, દિનેશ કાર્તિક,આંદ્રે રલેસ અને ઇયોન મોર્ગન છે.જ્યારે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન વર્ષ 2019 પછી ટુર્નામેન્ટમાં વાપસી કરી રહ્યો છે.