ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ સરકાર રચવા માટે વડાપ્રધાન નેતાન્યાહુને આમંત્રણ આપ્યું છે.જેમાં નેતાન્યાહુને આગામી છ સપ્તાહમાં સરકાર રચવાનું મુશ્કેલ કામ પાર પાડવાનું છે.ત્યારે તેમણે નવી ચૂંટાયેલી સંસદના 13 પક્ષો સાથે સલાહ મસલત કરી છે.જેમાં તેઓ માને છે કે બીજા કોઈપણ નેતા કરતા નેતાન્યાહુ પાસે સરકાર રચવાની શ્રેષ્ઠ તક છે.રિવલિને જણાવ્યું હતું કે કોઈપણ ઉમેદવાર પાસે સરકાર રચવાની વાસ્તવિક તક નથી.પરંતુ બીજા કોઈપણ ઉમેદવારની તુલનાએ નેતાન્યાહુ પાસે વધારે તક છે.નેતાન્યાહુ પાસે હવે સરકાર રચવા માટે 6 સપ્તાહનો સમય છે.ત્યારે તેમના પર કાયદાકીય કાર્યવાહી પણ ચાલી રહી છે.
આમ નેતાન્યાહુએ 6 સપ્તાહમાં સરકાર રચવાનું કામ પૂરૂ કરવું પડશે નહીં તો ઇઝરાયેલે સળંગ પાંચમી ચૂંટણી તરફ આગળ વધવુ પડશે. આમ નેતાન્યાહુ પાસે વધુને વધુ 52 બેઠક માટે સમર્થન છે.જે 61 બેઠક કરતાં થોડું ઓછું છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved