લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈઝરાયેલ માસ્કની અનિવાર્યતા પૂર્ણ કરનાર પ્રથમ દેશ બન્યો

ભારતમાં કોરોનાના વધતાં કેસોથી માસ્ક પહેરવું ફરજીયાત કરાયું છે.ત્યારે સફળ રસીકરણનાં કારણે દર્દીઓની સંખ્યા ઘટયા બાદ ઈઝરાયેલે ઘરની બહાર ખુલ્લી હવામાં માસ્ક પહેરવાની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે અને જાહેરમાં માસ્ક પરનો પ્રતિબંધ હટાવનાર ઈઝરાયેલ પ્રથમ દેશ બની ગયો છે.આમ ઘરમાં ભીડવાળા સમારોહ-સ્થળોમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.આમ ઈઝરાયેલમાં સંક્રમણનો દર 0.7 ટકા રહ્યો છે.આમ વર્તમાન સમયમાં સક્રિય દર્દીઓની સંખ્યા 2680 છે,જ્યારે આ મહામારીમાં કુલ 6315 લોકોના મોત થયા છે. આમ ઈઝરાયેલે 20 ડિસેમ્બરથી રસીકરણ શરૂ કર્યું હતું.જ્યાં 55 લાખ લોકોનું રસીકરણ થઈ ગયુ છે.ત્યારે હવે ઈઝરાયેલ બાળકોના રસીકરણની તૈયારીમાં છે.