લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઈસરો દ્વારા મિશન લોન્ચિંગની તારીખ જાહેર કરાઇ,પી.એસ.એલ.વી- સી 51નું રિહર્સલ પૂર્ણ કરાયું

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રએ PSLV-C51નું લોન્ચિંગ રિહર્સલ પૂર્ણ થઈ ગયું હોવાની તેમજ આગામી 28મી ફેબ્રુઆરીએ સવારે 10:24 કલાકે રોકેટ લોન્ચ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.આમ PSLV-C51એ ભારતીય પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ પ્રોગ્રામનું 53મું મિશન છે.આમ તાજેતરમાં રચાયેલા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડના પ્રથમ સમર્પિત વાણિજ્યિક મિશનમાં ઈસરો 28મી ફેબ્રુઆરીએ શ્રીહરિકોટા ખાતેના સ્પેસપોર્ટ પરથી બ્રાઝિલના Amazonia-1 તથા 20 અન્ય ઉપગ્રહોને લોન્ચ કરશે.આમ Amazonia-1 સેટેલાઈટ આ મિશનનું પ્રાઈમરી પેલોડ હશે તે સંપૂર્ણપણે બ્રાઝિલ દ્વારા વિકસિત કરવામાં આવેલું પ્રથમ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે.આમ આ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવનારો બ્રાઝિલનો પ્રથમ ઉપગ્રહ હોવાની માહિતી આપી હતી.Amazonia-1એ રાષ્ટ્રીય અંતરિક્ષ સંશોધન સંસ્થાનો ઓપ્ટિલક અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે.આ ઉપગ્રહ એમેઝોન ક્ષેત્રમાં જંગલોની કાપણીનું નીરિક્ષણ અને બ્રાઝિલના ક્ષેત્રમાં વિવિધ પાકના વિશ્લેષણમાં મદદ કરશે.