લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઈસરોએ નવા વર્ષનું મિશન કર્યું લોન્ચ,અમેઝોન સહિતના 19 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યા

ઈસરોએ વર્ષ 2021ના પોતાના પહેલાં મિશનમાં સફળતા મેળવી છે.જેમાં ઈસરોએ રવિવારે સવારે 10.24 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ સેન્ટરથી PSLV-C51ને લોન્ચ કર્યું છે.જેમાં PSLV-C51 અમેઝોનિયા-1 અને અન્ય 18 સેટેલાઈટ લઈને અંતરિક્ષમાં ગયા છે.આમ ઈસરો તરફથી PSLV-C51,PSLVનું 53મું મિશન છે.આ રોકેટ દ્વારા બ્રાઝિલના અમેઝોનિયા-1 ઉપગ્રહ સાથે 18 અન્ય ઉપગ્રહને પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે.જેમાં આ વખતે સેટેલાઈટ સિવાય ભગવતગીતાની એક ઈલેક્ટ્રોનિક કોપી પણ અંતરીક્ષમાં મોકલી છે.આમ અમેઝોનિયા-1 અમેઝોન ક્ષેત્રમાં જંગલમાં વનોની કાપણી પર નજર રાખવા અને બ્રાઝિલ માટે વિવિધ કૃષિના વિશ્લેષણ માટે ઉપયોગકર્તાને દુરસ્થ સંવેદી આંકડા ઉપલબ્ધ કરાવશે. તેમજ વર્તમાન માળખાને મજબૂત બનાવશે.