લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઇટાલિયન ઓપનમાં રાફેલ નડાલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા

રાફેલ નડાલે ઇટાલિયન ઓપનમાં 22 વર્ષના ડેનિસ શેપોવાલોવને 3-6,6-4,7-6,(3)થી હરાવ્યો છે.આમ તેઓ બીજા સેટમાં ૩-૦થી પાછળ રહી ગયા પછી વળતો પ્રહાર કરી સેટ જીતી ગયો હતો.તેના પછી ત્રીજા સેટમાં 6-5 પર તેણે બે મેચ પોઇન્ટ બચાવ્યા હતા.આમ નડાલે વર્ષ 2005થી ક્લે કોર્ટ પર તેનું પ્રભુત્વ જમાવવાનો પ્રારંભ કર્યો છે અને તેના પછી તેનું પ્રભુત્વ સતત વધતું જ ગયું છે.

આ સિવાય નડાલ આગામી મહિને 14મા ફ્રેન્ચ ઓપન ટાઇટલને ધ્યાનમાં રાખીને મેદાનમાં ઉતરવાનો છે.નડાલે આ પહેલા 19 વર્ષના જેનિક સિનરને સીધા સેટમાં હરાવ્યો હતો.જેમાં તેણે જણાવ્યું હતું કે આવા યુવા અને તરવરાટભર્યા ખેલાડીઓને હરાવવાના લીધે મને મારા શરીરને લઈને વધારે આત્મવિશ્વાસ આવ્યો છે.જોકે નડાલે પ્રારંભમાં સંઘર્ષ કરવો પડયો હતો, તેની સામે શેપોવાલોવ એક પછી એક એસ અને વિનર્સ ફટકારતો હતો.નડાલે પછી તેની સર્વ જાળવીને લાંબી રેલીઓ શરૂ કરી અને પોઇન્ટ મેળવ્યા હતા.આમ નડાલે આ મેચ 3 કલાક અને 27 મિનિટમાં જીતી હતી.આમ નવ વખતના ચેમ્પિયન નડાલનો સામનો વર્ષ 2017ના રોમ ચેમ્પિયન તેમજ મેડ્રિડ ઓપન જીતનારા એલેકઝાન્ડર ઝવેરેવ સામે થશે.ઝ્વેરેવ કેઇ નિશોકોરીને 4-6,6-3,6-4થી હરાવ્યો હતો.