લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા કોરોનાથી સંક્રમિત થયાં

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા કોરોના પોઝિટીવ આવ્યા છે.ફારૂક અબ્દુલ્લાના પુત્ર અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જાણકારી આપી હતી.આમ ફારૂક અબ્દુલ્લાના કોરોના પોઝિટીવ થયા બાદ સમગ્ર પરિવાર ક્વોરન્ટાઈન થઈ ગયો છે.આ સાથે જ ઉમર અબ્દુલ્લાના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી છે.

આમ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ 2 માર્ચે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડીકલ સાયન્સમાં લીધો હતો.