જમ્મુ-કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહનનુ નિધન થયું છે.જેઓ 94 વર્ષના હતા તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા.આમ તેઓ ગર્વનર હોવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પણ રહેલા છે.આ સિવાય તેઓ થોડાસમય માટે દિલ્હી અને ગોવાના ઉપરાજ્યપાલ પણ રહ્યા હતા.તેઓ લોકસભામાં પણ ચૂંટાયા હતા.જેમાં તેમણે નાગરિક વિકાસ તથા પર્યટન મંત્રીનો કાર્યભાર પણ સંભાળ્યો હતો.તેઓ બે વાર જમ્મુ-કાશ્મીરનું ગર્વનર પદ સંભાળી ચૂક્યા છે.ઇસ.1984-1989 સુધી અને ત્યારબાદ ઇસ.1990માં જાન્યુઆરીથી મે માસ સુધી આ પદ પર રહ્યા છે.તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી બન્યા હતા.જગમોહનને પહેલાં કોંગ્રેસ સરકારે ઇસ.1984માં રાજ્યપાલ બનાવીને મોકલ્યા હતા.જેમાં તેઓ જૂન 1989 સુધી રાજ્યપાલ રહ્યા હતા.ત્યારપછી વીપી સિંહ સરકારે તેમને જાન્યુઆરી 1990માં રાજ્યપાલ બનાવીને મોકલ્યા હતા ત્યારે તેઓ મે 1990 સુધી રહ્યા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved