લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / શ્રીનગરમાં ઠંડીએ 30 વર્ષનો રેકોર્ડ તોડતા તાપમાન માઈનસ 8.8 ડિગ્રી થયું

ઉત્તર ભારતના અને હિમાલયના કેટલાક પહાડી વિસ્તારોમાં ચાલી રહેલા કોલ્ડવેવની અસર છેક ગુજરાત સુધી દેખાઈ રહી છે.ત્યારે બીજીતરફ કાશ્મીરના શ્રીનગરમાં ઠંડીએ 30 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.શ્રીનગરમાં માઈનસ 8.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.જે વર્ષ 1991 બાદ સૌથી ઓછુ તાપમાન છે.આ પહેલા વર્ષ 1991માં તાપમાનનો પારો માઈનસ 11.8 ડિગ્રી સુધી ગગડી ગયો હતો.આમ છેલ્લા 38 વર્ષમાં 17 વખત એવુ બન્યુ છે કે તાપમાન માઈનસ 8.8 ડિગ્રી અથવા તેના કરતા ઓછુ નોંધાયુ હોય.આમ કાશ્મીરમાં આ વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સંખ્યાબંધ વખત બરફ પડ્યો છે.

આમ કાતિલ ઠંડીના કારણે પાણીની પાઈપલાઈનોમાં પાણી જામી ગયુ છે અને જળાશયો પણ થીજી ગયા છે.કેટલાક દિવસો સુધી તાપમાન શૂન્યથી નીચે રહે તેવી શક્યતા છે.જોકે બરફવર્ષાની મજા લેવા માટે ટુરિસ્ટોની ભીડ ઉમટી રહી છે.