લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દાલ સરોવરમા શિકારા એમ્બ્યુલન્સનો કોરોના વિરૂદ્ધનો જંગ જારી

શ્રીનગરમાં પહાડીઓ વચ્ચે આવેલું દાલ સરોવર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.ત્યારે વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલી શિકારા એમ્બ્યુલન્સ દાલ સરોવરના પાણી પર તરતી જોવા મળી રહી છે.જે એમ્બ્યુલન્સના માલિક દાલ સરોવરમાં રહેતા લોકોને કોરોના સંબંધી જાણકારી આપી તેમને જાગૃત કરે છે અને એસ.ઓ.એસ કોલ આવે એટલે મદદ કરવા પહોંચી જાય છે.

આમ દાલ સરોવરમાં રહેતા તારિક અહમદ પતલૂએ પોતાની સાથે બનેલી ઘટના બાદ શિકારા એમ્બ્યુલન્સ બનાવવાનો નિર્ણય લીધો હતો.જેમાં તેઓએ ડિસેમ્બરમાં એક ટ્રસ્ટની મદદથી આ કામ પૂરૂ કર્યું હતું.આમ તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર વખતે તેઓ સંક્રમિત થયા હતા અને કોવિડ-19 પ્રોટોકોલ અંતર્ગત સૌથી પહેલા તેઓ પોતાની હાઉસબોટમાં આઈસોલેશનમાં જતા રહ્યા હતા.ત્યારબાદ તેમની તબિયત વધુ બગડી એટલે તેમણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.ત્યારબાદ હોસ્પિટલથી પરત આવ્યા બાદ સરોવરના કિનારે રહેલા શિકારાવાળાઓએ તેમને તેમની હાઉસબોટ સુધી લઈ જવાની ના પાડી દીધી હતી.તે સમયે તેમણે શિકારા એમ્બ્યુલન્સ બનાવવાનું નક્કી કરી લીધું હતું.આમ તેમની એમ્બ્યુલન્સ દરરોજ એક સ્ટ્રેચર,વ્હીલચેર તેમજ કોવિડ સંબંધીત સામાન લઈને દાલ સરોવરના આંતરિક વિસ્તારોની મુલાકાત લે છે અને એસ.ઓ.એસ કોલ આવે એટલે તેઓ દર્દીને દાલ સરોવરના આંતરિક વિસ્તારમાંથી લાવવા-લઈ જવાનું કામ કરે છે અને પીપીઈ કીટ,માસ્ક વગેરેની જરૂર હોય તેને તે પહોંચાડે છે.આમ તેઓએ 2 મહિનાની મહેનત તેમજ 12 લાખ રૂપિયાના ખર્ચે એમ્બ્યુલન્સ તૈયાર કરી છે.