લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જાપાનના ટોક્યોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી

જાપાનમા વર્તમાન સમયમા હીટવેવની સ્થિતિ સર્જાઈ છે.જ્યા સતત ચોથા દિવસે તાપમાન 35.1 ડિગ્રીના વિક્રમી સ્તરે પહોંચ્યું છે.ત્યારે ટોક્યોમાં જૂનમાં ગરમીએ અંદાજે 150 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.જેમા કાળઝાળ ગરમીમાં વીજકાપે લોકોની સમસ્યામાં વધારો કર્યો છે.ટોક્યોમાં છેલ્લા ત્રણ દિવસથી 35 ડિગ્રી તાપમાન જળવાયેલું રહ્યું હતું,જે જૂનમાં ઇસ.1875 પછી અત્યારસુધીનું સૌથી ઊંચું તાપમાન જોવા મળ્યુ છે.જેના કારણે જાપાનના અનેક વિસ્તારોમાં હીટસ્ટ્રોક એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.જેના લીધે હોસ્પિટલમાં લોકોની સંખ્યાઓ વધવા લાગી છે.આમ ગરમીના કારણે લોકો માસ્ક પણ પહેરી નથી રહ્યા.