Error: Server configuration issue
કોરોનાની બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા છે.ત્યારે કોરોનાગ્રસ્તોની વ્હારે ફીલ્મી હસ્તીઓ પણ યોગદાન આપી રહી છે.જેમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનો પણ સમાવેશ થાય છે.આમ જેકલીને કોવિડ કેર સેન્ટર બનાવવા તૈયારી કરી રહી છે.જે બાબતે તેમણે જણાવ્યું હતું કે અમે લોકો કોવિડ કેર ફેસીલીટી આપવા માટે કામ કરી રહ્યા છીએ જ્યાં 100 બેડની હોસ્પિટલ હશે જેમાં 500 ઓકિસજન ક્ધસેન્ટ્રેટર્સ પણ હશે.આમ આ સિવાય અમે બે એમ્બ્યુલન્સ પણ ખરીદવાનાં છીએ.જે એમ્બ્યુલન્સ ફ્રી સેવા આપશે.આમ વર્તમાન સમયમાં એમ્બ્યુલન્સ સેવા મોંઘી હોવાથી સામાન્ય લોકોને તે પરવડતી નથી તેવા સમયે લોકોને સમયસર હોસ્પીટલે ન પહોચાડાય તો તેમનો જીવ પણ જઈ શકે તેમ છે. આમ આ બંને એમ્બ્યુલન્સ ખરીદી છે જે સુવિધાઓથી સજજ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved