લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / જેઇઇ મેઈન પરિણામ 2021- કાવ્યા ચોપરાએ 300 માંથી 300 ગુણ હાંસલ કરી ઈતિહાસ સર્જ્યો

 

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એન.ટી.એ)એ બુધવારે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જે.ઈ.ઈ) મેઈનના માર્ચ સત્રના પરિણામ ઘોષિત કર્યા હતા.જે પરીક્ષા માટે રજિસ્ટર થયેલા 6,19,368 પરીક્ષાર્થીઓમાંથી 13 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.જેમાં દિલ્હીની કાવ્યા ચોપરાએ એન્જિનિયરીંગ માટેની પ્રવેશ પરીક્ષામાં 300 માંથી 300 ગુણ મેળવીને ઈતિહાસ સર્જ્યો છે.આમ જે.ઈ.ઈ મેઈનમાં 100 પર્સેન્ટાઈલ મેળવનારી તે પ્રથમ મહિલા બની ગઈ છે.

આમ કાવ્યાએ જે.ઈ.ઈ મેઈનના ફેબ્રુઆરી સત્રમાં 99.97 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.પરંતુ તેનું લક્ષ્ય 99.98 પર્સેન્ટાઈલ સ્કોર કરવાનું હતું.આ કારણે તેણે જે.ઈ.ઈ મેઈનની માર્ચ સત્રની પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો.જેમા પ્રથમ પ્રયત્ન વખતે તેણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પર વધુ ધ્યાન આપ્યું હતું તેમ છતાં કેમિસ્ટ્રી વિષયમાં તેને ઓછા ગુણ મળ્યા હતા.ત્યારબાદ તેણે 15 દિવસ સંપૂર્ણ ધ્યાન કેમિસ્ટ્રી વિષયમાં કેન્દ્રીત કરીને નબળા ટોપિક્સનો અભ્યાસ કર્યો હતો.

આમ કાવ્યાએ 10માં ધોરણમાં 97.6 ટકા ગુણ મેળવ્યા હતા.જ્યારે નવમા ધોરણથી જ કાવ્યા રીજનલ મેથ્સ ઓલમ્પિયાડ (આર.એમ.ઓ) ક્વોલિફાય કરતી આવી છે.10મા ધોરણ વખતે ઈન્ડિયન જુનિયર સાયન્સ ઓલમ્પિયાડ (આઈ.એન.જે.એસ.ઓ) ક્વોલિફાય કર્યા બાદ મુંબઈ ખાતે હોમી જહાંગીર ભાભા સેન્ટરમાં આયોજિત કેમ્પમાં સામેલ થઈ હતી અને 11મા ધોરણમાં તેણે નેશનલ સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન ઈન એસ્ટ્રોનોમી(એન.એસ.ઈ.એ)ક્રેક કરી હતી.