અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પર્યાવરણ મુદ્દે એક સમિટનું આયોજન કર્યું છે.જેમાં 40 દેશના પ્રમુખોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આમ આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના પ્રમુખોનો પણ સમાવેશ થાય છે.જે સમિટ આગામી 22 અને 23 એપ્રિલના રોજ યોજાનારી ક્લાઈમેટ ચેન્જ તથા તેના માટે ઉઠાવવામાં આવનારા આકરા પગલાઓ અંગે ચર્ચા કરાશે.
આ સમિટ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે અને જેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.વ્હાઈટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે નવેમ્બરમાં ગ્લાસગો ખાતે યોજાયેલી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સની દિશામા એક મહત્વનું પગલું હશે.આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી,ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ,રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન,જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા,બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સેનારો,કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો,ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ,સાઉદી આરબના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ,બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન,બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીના,ભૂતાનના વડાપ્રધાન લોટે શેરિંગને પણ સમિટમાં સામેલ થવા બોલાવવામાં આવ્યા છે.
આમ બાઈડને અન્ય દેશોના પ્રમુખોને પણ આમંત્રિત કર્યા હતા જે મજબૂત જળવાયુ નેતૃત્વનું પ્રદર્શન કરી રહ્યા છે.આ બે દિવસીય શિખર સંમેલનમાં જળવાયુ પરિવર્તનના પ્રભાવોથી જીવન અને આજીવિકાનું રક્ષણ કરવાની ક્ષમતાને મજબૂત કરવાના અવસરો અંગે ચર્ચા થશે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved