લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / જસ્ટિસ એન.વી રમન્ના 48મા ચીફ જસ્ટિસ બનશે,આગામી 24 એપ્રિલે શપથગ્રહણ કરશે

જસ્ટિસ એન.વી રમન્ના ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે.જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવાર સવારે તેમના નામને મંજૂરી આપી હતી.રાષ્ટ્રપતિની મંજૂરીનો લેટર સુપ્રીમ કોર્ટ પહોંચાડી દેવામાં આવ્યો છે.આમ વર્તમાન ચીફ જસ્ટિસ એસ.એ બોબડે આગામી 23 એપ્રિલના રોજ રિટાયર થઈ રહ્યા છે ત્યારે 24 એપ્રિલના રોજ જસ્ટિસ એન.વી રમન્ના દેશના 48મા ચીફ જસ્ટિસ તરીકે શપથગ્રહણ કરશે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ રમન્નાને મુખ્ય ન્યાયાધીશ પદના શપથગ્રહણ કરાવશે.

આમ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રમન્નાનો કાર્યકાળ 26 ઓગષ્ટ,2022 સુધીનો રહેશે.રમન્ના બે વર્ષ કરતા પણ ઓછા સમય માટે સી.જે.આઈનું પદ સંભાળશે.સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠતાના મામલે તેઓ વર્તમાન સમયમાં બીજા સ્થાને છે.જેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ એવા જજ હશે જે સી.જે.આઈ બનશે.

આમ 27 ઓગષ્ટ,1957ના રોજ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલા પુન્નાવરમ ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા નાતુલાપતિ વેંકટ રમન્નાએ વિજ્ઞાન અને કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.ત્યારબાદ તેમણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટ,કેન્દ્રીય પ્રશાસનિક ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.ત્યારબાદ 10 ફેબ્રુઆરી,1983ના રોજ વકીલ તરીકે ન્યાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી.27 જૂન,2000ના રોજ તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા.10 માર્ચ, 2013થી લઈને 20 મે,2013 સુધી તેમણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કર્યું હતું.2 સપ્ટેમ્બર,2013ના રોજ તેમને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી.17 ફેબ્રુઆરી,2014ના રોજ તેઓ દિલ્હી હાઈકોર્ટથી સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા.જ્યાં તેમણે અનેક ચર્ચિત અને મહત્વના કેસની સુનાવણી કરનારી પીઠની આગેવાની કરી અથવા તો પીઠના સદસ્ય બન્યા.જેમાં ઈન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવવાના અધિકારને મૌલિક અધિકારના દરજ્જામાં સામેલ કરવો મહત્વનો છે.