લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકમાં કોરોનાને અટકાવવા માટે 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરાઇ

કર્ણાટક સરકારે રાજ્યમા 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.આમ આ સમયગાળા દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ પરવાનગી આપવામાં આવશે.આમ રાજ્યમા લોકડાઉન મંગળવાર રાત્રે 9:00 વાગ્યાથી લાગુ થશે.આમ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન જરૂરી વસ્તુઓ વેચનારી દુકાનો સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.આમ આ ઉપરાંત ઉત્પાદન કાર્ય,મેન્યુફેક્ચરિંગ તેમજ કૃષિ કાર્ય સાથે જોડાયેલી વસ્તુઓ વેચનારી દુકાનોને પણ ખોલવા પર રોક નહીં લાગે.આ સિવાય રાજ્ય સરકારે જાહેરાત કરતાં કહ્યું છે કે લોકડાઉન દરમિયાન જાહેર પરિવહન સેવાઓ સંપૂર્ણ રીતે બંધ રહેશે.