લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટક રાજ્યના બેંગલોરની નર્સિંગ કોલેજના 40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા

દેશમાં કોરોના સંક્રમણ ફરીએકવાર માથું ઉંચકતો હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે કર્ણાટક રાજ્યના બેંગલોરની નર્સિંગ કોલેજના 210 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે.તેમાંથી 18 વિદ્યાર્થીઓને વિક્ટોરિયા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.જ્યારે અન્ય વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સેલ્ફ આઈસોલેટમાં રાખવામા આવ્યા છે.આમ એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ કેરળના રહેવાસી છે.આમ આ સિવાય બેંગલુરુના એક એપાર્ટમેન્ટના 103 જેટલા લોકો સંક્રમિત થયાં છે તેમાંથી 96 લોકો તો 60 વર્ષથી વધુ વયના છે.આમ વર્તમાન સમયમાં એપાર્ટમેન્ટમાં પાર્ટી થઈ હતી જે બાદ આ લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાંથી આ લોકો સંક્રમિત થયાં છે.

આમ રાજ્યમાં થયેલા કોરોનાના બ્લાસ્ટથી કર્ણાટકે કેરળથી આવનારા લોકોને લઈને સખ્તાઈ વધારી દીધી છે.ત્યારે રાજ્યના સ્થાનિક તંત્ર અનુસાર કેરળથી કર્ણાટકની હોટલ,રિસોર્ટ અને કોઈપણ નિવાસસ્થાને રોકાવા માટે 72 કલાક પહેલાનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ હોવો જોઈએ.