લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કાશીથી હરિદ્વાર સુધી મહાશિવરાત્રીની ધૂમ,22 લાખ લોકોએ કુંભમાં ડૂબકી લગાવી

સમગ્ર દેશમાં મહાશિવરાત્રી પર્વની ધૂમ મચેલી જોવા મળી રહી છે.ત્યારે કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી ભક્તો ભગવાન શિવની આસ્થામાં ડૂબકી લગાવી રહ્યા છે.દેશમાં આજે ચારેબાજુ બમ-બમ ભોલેના નાદ ગૂંજી રહ્યા છે.હરિદ્વારના હર કી પૌડી ઘાટથી લઈને વારાણસીના અસ્સી ઘાટ સુધી ભક્તો પવિત્ર સ્નાનનો લાભ લઈ રહ્યા છે.ત્યારે આજે કુંભના પહેલા શાહી સ્નાનનો દિવસ છે.

આમ આ અવસર નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,યુપીના મુખ્યમંત્રી યોગી,રાહુલ ગાંધી વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી.ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમપ્રકાશે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મેળા પરિસરમાં કોઈપણ વ્યક્તિ ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરશે તો તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.તેમજ શ્રદ્ધાળુઓએ મેળામાં આવતા પહેલા આરટીપીસીઆર રિપોર્ટ ઓનલાઈન અપલોડ કરવો પડશે.જે રિપોર્ટ 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ.જેના આધારે શ્રદ્ધાળુઓને મેળા પરિસરમાં જવા ઈ-પાસ આપવામાં આવ્યા છે.