લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કાશી વિશ્વનાથના સ્પર્શ દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો,ગર્ભગૃહમાં પ્રવેશ મળશે નહીં

કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં ભીડ અને ભાગદોડ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે મહાશિવરાત્રીના દિવસે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ દિવસે શ્રદ્ધાળુઓ બાબાના શિવલિંગના સ્પર્શ દર્શન નહીં કરી શકે.તેમજ આ પર્વ નિમિત્તે આરતીમાં શ્રદ્ધાળુઓ બેસી શકે તે માટે મંદિર પરિસરમાં કાર્પેટની વ્યવસ્થા કરવામાં આવશે.ભગવાન ભોળાનાથની નગરીમાં બે પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.જેમાં પહેલો શ્રાવણ મહિનો અને બીજો મહાશિવરાત્રી.આમ મંદિરના ચારેય પ્રવેશ દ્વારથી એન્ટ્રી કરાવવામાં આવશે તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે.