કેન્દ્ર સરકાર રણનીતિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ કાશ્મીર-લેહ વચ્ચે 339 કિલોમીટર લાંબો બે લેનવાળા ગ્રીનફિલ્ડ હાઈવે બનાવવા જઈ રહી છે.જેમાં કાશ્મીરથી લેહ સુધી નવો રાષ્ટ્રીય રાજમાર્ગ બનશે જે પાડોશી દેશની બોર્ડરને સમાંતર વિકસીત કરવામાં આવશે.આમ આ સડક યોજના દેશનાં સૌથી ઉંચા અને જટીલ તેમજ દુર્ગમ પહાડી ક્ષેત્રોમાંની એક છે.આમ નવા રાજમાર્ગથી કાશ્મીર જ નહિ પરંતુ કાશ્મીર,લેહ,લદાખની સ્થાનિક જનતાને પણ સુવિધા મળશે.આ ઉપરાંત સૈન્ય વાહન,હથીયાર,સૈન્ય તંત્ર,સશસ્ત્ર દળોનું પાકિસ્તાન-ચીન બોર્ડર, સુધી ઝડપથી આવાગમન સંભવ થશે.જેમાં દેશના બોર્ડર રોડ સાથે સંકળાયેલ મોટાભાગની યોજનાઓ સીમા સડક બનાવે છે પરંતુ ઉકત યોજનાઓ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં જાહેર ઉપક્રમે રાષ્ટ્રીય રાજમાર્ગ તેમજ અવસંરચના વિકાસ નિગમ બનાવશે.આમ સરકારે કાશ્મીરનાં ટિટવાલથી લેહના દ્રાસ વચ્ચે 339 કિલોમીટર ગ્રીનફીલ્ડ રાષ્ટ્રીય રાજમાર્ગ બનાવવાનો નિર્ણય કર્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved