લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેરળમાં ભાજપના મુખ્યમંત્રીપદ તરીકે મેટ્રોમેન ઈ.શ્રીધરન રહેશે

ભાજપે ડાબેરી અને કોંગ્રેસના વર્ચસ્વ ધરાવતા રાજય કેરળમાં રાજકીય પહોચ બનાવવા માટે દેશમાં મેટ્રોમેન તરીકે જાણીતા અને દિલ્હીની મેટ્રોમેનના સફળ આર્કીટેક ઈ.શ્રીધરનને રાજયમાં ભાજપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.આમ આ રાજ્યમાં આગામી માસમા ચૂંટણી યોજાઈ રહી છે.આમ ભૂતકાળમાં એકપણ ચૂંટણીમાં ભાજપને સફળતા મળી નથી ત્યારે કેરળને ગંભીરતાથી લઈને રાજયમાં 16 સભ્યોની ચૂંટણી સમીતીની જાહેરાત કરી છે.આમ દેશના સૌથી શિક્ષિત રાજય તરીકે કેરળ જાણીતું છે.આમ આગામી 7 માર્ચના રોજ કેન્દ્રના ગૃહમંત્રી અમીત શાહ કેરળનો પ્રવાસ કરીને પ્રચારનો પ્રારંભ કરશે તે સમયે શ્રીધરનને સતાવાર રીતે મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે રજુ કરશે.