લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેરળમાં ઇતિહાસ રચાયો,મુખ્યમંત્રી પી.વિજયન સતત બીજીવાર સરકાર બનાવશે

કેરળમાં ડાબેરી પાર્ટીએ ઇતિહાસ રચી દીધો છે.જેમાં 40 વર્ષની પરંપરા તુટી ગઈ છે.આમ છેલ્લા ચાર દશકામાં સત્તાધારી પાર્ટી ક્યારેય બીજી વખત ચુંટણી જીતી શકી નથી.ત્યારે આ વખતે ડાબેરી ગઠબંધને સરકાર રચીને ચમત્કાર કર્યો છે.આમ કેરળમા વર્ષ 1980માં થયેલી વિધાનસભા ચુટણીમાં કેરળમાં શાસક પક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો અને વિપક્ષ પાંચ વર્ષ પછી સત્તામાં પરત ફરતો રહ્યો છે.પરંતુ આ વખતે કોંગ્રેસના નેતૃત્વ હેઠળનાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને હરાવીને સત્તા ફરીથી મેળવી છે.