Error: Server configuration issue
ઈન્ડિયન પ્રિમીયર લીગની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબે પોતાનું નામ બદલી નાખતા હવે તે આગામી સીઝનથી પંજાબ કિંગ્સ તરીકે ઓળખાશે.કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલની આઠ ટીમોમાની છે જેણે યુએઈમાં પાછલું સત્ર રમ્યું હતું.આમ બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું હતું કે ટીમ લાંબાસમયથી નામ બદલવાનું વિચારી રહી હતી અને લાગ્યું કે આ આઈપીએલ પહેલાં નામ બદલવું વ્યાજબી ગણાશે. મોહિત બર્મન,નેસ વાડિયા,પ્રીતિ ઝીન્ટા અને કરણ પોલની ટીમ અત્યારસુધી એકપણ વખત આઈપીએલ જીતી શકી નથી.જ્યારે ટીમ એકવખત રનર્સઅપ રહી તો એક વખત ત્રીજા સ્થાને રહી હતી.આમ આગામી આઈપીએલ એપ્રિલમાં શરૂ થશે જેના માટે હરાજી ગુરૂવારે થવાની છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved