લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કુંભમેળા 2021 માટે એસઓપી જાહેર કરાઇ,નોંધણી અને આરટીપીસીઆર બાદ જ શ્રદ્ધાળુઓને પ્રવેશ મળશે

કોરોનાકાળમાં હરિદ્વાર ખાતે યોજાનારા કુંભમેળાને લઈ એસઓપી જાહેર કરવામાં આવી છે.જેમાં નોંધણી અને કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે.આમ કુંભમાં પ્રવેશના 72 કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે તેવા શ્રદ્ધાળુઓને જ મંજૂરી આપવામાં આવશે.આમ સમગ્ર કુંભમેળા ક્ષેત્રમાં કોરોના સંક્રમણથી બચાવને ધ્યાનમાં રાખીને સરકારે 10 સેક્ટર માટે એસઓપી બહાર પાડી છે. જેમાં આ સેક્ટર્સમાં આશ્રમ,ધર્મશાળા,હોટેલ,રેસ્ટોરા,ગેસ્ટહાઉસ,દુકાન,વ્યાપારી સંસ્થાનો,ધાર્મિક સ્થળો, સાર્વજનિક પરિવહન,વાહનોના પાર્કિંગ સ્થળો,હોલ્ટિંગ પોઈન્ટ,ઘાટ,રેલવે-બસ સ્ટેશનનોનો સમાવેશ થાય છે.

આમ કુંભ માટે આંતરરાજ્ય પરિવહન,નોંધણી વગેરેને લઈ ટૂંક સમયમાં જ વધુ એક એસઓપી જાહેર કરવામાં આવશે.આમ માઘપૂર્ણિમા પર 27મી ફેબ્રુઆરીના રોજ હરિદ્વારમાં કુંભનું આયોજન પ્રસ્તાવિત છે જેને લઈ સરકારે તૈયારીઓ વધારી દીધી છે. આ મામલે અગાઉ કેન્દ્ર સરકારે પણ એસઓપી જાહેર કરી હતી.આમ કુંભ સામેનો મુખ્ય પડકાર એવા કોવિડનું સંક્રમણ ફેલાતું અટકાવવું  છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને વિભિન્ન સેક્ટર માટે એસઓપી જાહેર કરવામાં આવી છે.

આમ કુંભમાં આવનારા પ્રત્યેક વ્યક્તિને વેબપોર્ટલ પર નોંધણી બાદ જ પ્રવેશની મંજૂરી અપાશે.આ સાથે જ આશ્રમ,ધર્મશાળા,હોટેલ,ગેસ્ટહાઉસમાં રોકાનારા પ્રત્યેક વ્યક્તિનો આગમનના 72 કલાક પહેલાનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે તે અનિવાર્ય છે.આમ ટેસ્ટ રિપોર્ટ વગર કોઈ યાત્રિકને બુકિંગ નહીં મળે તથા તમામ જગ્યાઓએ પ્રવેશ માટે થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝરની વ્યવસ્થા કરાશે.આ સિવાય કુંભમાં આવતા તમામ યાત્રિકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે તથા શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

કુંભ દરમિયાન કોઈપણ સ્થળે સંગઠિતરૂપે ભજન,ગાયન અને ભંડારા જેવા આયોજનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.મંદિર પ્રશાસને દર્શન દરમિયાન શ્રદ્ધાળુઓમાં બે ગજનું સુરક્ષિત શારીરિક અંતર પણ સુનિશ્ચિત કરવાનું રહેશે.આ ઉપરાંત પાર્કિંગ સ્થળોએ વાહનચાલકો અને યાત્રિકો માટે કોવિડ તપાસની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.