લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કુંભમેળામા 592 જેટલા સંતોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે તેની અસર કુંભમેળામાં પણ જોવા મળી રહી છે.ત્યારે એક જ દિવસમાં ૭૮ પોઝિટિવ કેસ મળી રહ્યા છે.આમ વર્તમાન સમયમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચાલી રહેલા કુંભમેળાને પૂર્ણ કરવાની અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.જેમાં તેમણે જણાવ્યુ હતું કે બે શાહી સ્નાન થઇ ચુક્યા છે.ત્યારે હવે કુંભમેળાને પ્રતિકાત્મક રાખવો જોઇએ.આમ કુંભ સમાપનની ઘોષણા કરનારાઓમાં શ્રી પંચાયતી નિરંજની અખાડામાં ૨૨ સંતો કોરોના સંક્રમિત મળ્યા છે.જેમાં અખાડાનાં આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગીરી મહારાજ પણ હોમ આઇસોલેટ થયા છે,ત્યારે અખાડા પરિષદનાં પ્રમુખ નરેન્દ્રગિરી મહારાજ પહેલેથી જ કોરોના સંક્રમિત છે.