લદ્દાખમાં ભારત સામે સફળતા ના મળ્યા બાદ ચીન હવે અરુણાચલ પ્રદેશમાં દક્ષિણ ચીન સાગરવાળી ચાલ ચાલી રહ્યું છે.દક્ષિણી તિબ્બતમાં ભારતીય સરહદ પાસે આવેલા વિસ્તારમાં ચીને ઝડપથી માનવ વસાહતોનું નિર્માણ શરૂ કરી દીધું છે.અમુક મહિના અગાઉ આવી ઘણી તસવીરો વાઈરલ થઈ હતી જેમાં દાવો કરવામા આવ્યો હતો કે ચીને અરુણાચલમાં ભારતીય સરહદ પાસેના વિસ્તારોમાં ઘણા ગામ વસાવ્યા છે.હવે નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે,ચીન દક્ષિણ ચીન સાગરમાં પોતાનો દાવો મજબૂત કરવા માટે આ ચાલનો પ્રયોગ કરી રહ્યું છે.
લદ્દાખમાં ભારત સામે સફળતા ન મળ્યા બાદ ચીન હવે અરુણાચલ પ્રદેશમાં દક્ષિણ ચીન સાગરવાળી ચાલ ચાલી રહ્યું છે.દક્ષિણી તિબ્બતમાં ભારતીય સરહદ પાસે આવેલા વિસ્તારમાં ચીને ઝડપથી માનવ વસાહતોનું નિર્માણ શરૂ કરી દીધું છે.અમુક મહિના અગાઉ આવી ઘણી તસવીરો વાઈરલ થઈ હતી જેમાં દાવો કરવામા આવ્યો હતો કે ચીને અરુણાચલમાં ભારતીય સરહદ પાસેના વિસ્તારોમાં ઘણા ગામ વસાવ્યા છે.હવે નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે,ચીન દક્ષિણ ચીન સાગરમાં પોતાનો દાવો મજબૂત કરવા માટે આ ચાલનો પ્રયોગ કરી રહ્યું છે.
પોતાના વિસ્તારમાં નિર્માણ કર્યું- ચીન
ભારતમાં મીડિયા રિપોર્ટમાં સેટેલાઇટ તસવીરોના આધારે દાવો કરવામાં આવ્યો હતો કે ચીને અરુણાચલ બોર્ડર પર નવા ગામડાં વસાવ્યા છે. તેના પર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમે અમારા વિસ્તારમાં નિર્માણ કર્યું છે.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે ક્યારેય પણ કથિત અરુણાચલ પ્રદેશને માન્યતા નથી આપી.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved