લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સતત સાતમા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો,મધ્યપ્રદેશમાં પેટ્રોલનો ભાવ રૂ.100 પર પહોચ્યો

પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો યથાવત છે.ત્યારે આજે સતત સાતમા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થવાના કારણે મધ્યપ્રદેશના ભોપાલમાં પ્રિમિયમ પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂપિયા100 પર પહોંચી ચુક્યો હતો.જ્યારે મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયા ઉપર છે જ્યારે મેટ્રો સિટીમાં 95 રૂપિયા છે.આમ સંખ્યાબંધ શહેરમાં પ્રીમિયમ પેટ્રોલ 100 રૂપિયા પર પહોંચી ચુક્યુ છે.

આમ એકસ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલનો ભાવ ભોપાલમાં 99.99 રૂપિયા પ્રતિલિટર પર પહોંચ્યો હતો.જ્યારે નોર્મલ પેટ્રોલનો ભાવ 96.69 રૂપિયા થયો હતો.

આમ એક સમસ્યા એવી ઉભી થઈ છે કે પ્રીમિયમ પેટ્રોલનો ભાવ ત્રણ આંકડામાં પહોંચ્યા બાદ ઘણાખરા પેટ્રોલ પંપના મશિનોમાં ત્રણ આંકડાની ફિગર બતાવી શકતા ન હોવાથી વેચાણ રોકી દેવાની ફરજ પડી છે.આમ રાજસ્થાનના શ્રીગંગાનગરની વાત કરવામાં આવે તો ત્યાં વેટ વધારે લાગુ પડતું હોવાથી નોર્મલ પેટ્રોલનો ભાવ 99.29 રૂપિયા થઈ ગયો છે,જ્યારે ડિઝલનો ભાવ 91.27 રૂપિયા પર પહોંચ્યો છે.જ્યારે પ્રીમિયમ પેટ્રોલ તો 102 રૂપિયા પ્રતિલિટર પર પહોંચ્યુ છે.