લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / લતા મંગેશકરે મુખ્યમંત્રી રાહત કોષમાં 7 લાખનું દાન કર્યું

ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે દેશનું મહારાષ્ટ્ર તેમજ મુંબઇ પણ બાકાત નથી.ત્યારે મનોરંજન ઉદ્યોગની સેલિબ્રિટિઓ આર્થિક સહાય કરી રહી છે.જેમાં પીઢ ગાયિકા લતા મંગેશકરનો પણ સમાવેશ થયો છે.જેમણે આ મહામારી સામેના જંગમાં મદદ કરવા માટે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત કોશમાં રૂપિયા 7 લાખનું ડોનેશન કર્યું છે.જેની જાણકારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કરી હતી તેમજ પીઢ ગાયિકા લતાજીનો આભાર માન્યો હતો.આમ કોઇ દુર્ઘટના અને ગંભીર મુસીબતોથી ઝઝૂમી રહેલા લોકોને મદદ માટે આગળ આવતા હોય છે.આ સિવાય તેમણે વર્ષ 2020ની સાલમાં પણ મુખ્યમંત્રી રાહત કોષમાં રૂ.25 લાખની મદદ કરી હતી.