લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / શહીદ ભગતસિંહના ભત્રીજા અભય સંધુનું નિધન થયું

કોરોનાથી સાજા થયા પછી મોહાલીમાં શહીદ ભગતસિંહના ભત્રીજા અભયસિંહ સંધુનું નિધન થયું છે.જેઓ કોરોના સંક્રમીત હોવાથી તેમને 6ઠ્ઠી મેએ મોહાલીની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં શુક્રવારે કોરોના બાદ થતી જટીલતાઓના કારણે અભયસિંહ સંધુનું નિધન થયું હતું.આમ તેમના નિધન પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંહે શોક વ્યક્ત કર્યો હતો.આ સિવાય મોહાલીના અભય સંધુ ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનમાં ખૂબ સક્રીય હતા.આમ 63 વર્ષીય સામાજીક કાર્યકર્તા અભયસિંહ સંધુએ ફોર્ટીસ હોસ્પીટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.જેઓ શહીદ ભગતસિંહના નાનાભાઈ કુલબીરસિંહના પુત્ર હતા.