લોકડાઉનના કારણે કોરોના સંક્રમણ સામે કેટલું રક્ષણ મળ્યું તેનો અંદાજ મુશ્કેલ છે.પરંતુ વિશ્વના ૧૯૯ દેશોના અંદાજે ૧૬૦ કરોડ વિધાર્થીઓનો અભ્યાસ પ્રભાવિત થયો હતો.જોકે ભારત જેવા દેશમાં તો સ્કુલ બંધ થઇ જવાથી માત્ર શિક્ષણ જ નહી તેમના પોષણ પર પણ વિપરીત અસર થઇ છે.ત્યારે સ્કૂલમાં જે ગરીબ બાળકોને ભોજન આપવામાં આવતું હતું તે પણ મળી શકયું ન હતું.આથી લોકડાઉન અભ્યાસની સાથે બાળ આરોગ્યની સમસ્યા ઉભી થઇ હોવાનું જાણવા મળે છે.ભારતમાં સ્કૂલમાં બાળકોને પોષણ મળે તે માટે મધ્યાહન ભોજન યોજના મહત્વની છે.જે અંર્તગત બાળકોને મફત ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
જોકે મહિનાઓ સુધી સ્કૂલો બંધ રહી હોય તેવા સંજોગોમાં બાળકો ઘરે રહયા હોવાથી પોષણયુકત ભોજનથી વંચિત રહેવું પડયું હતું, મધ્યાહન ભોજન યોજના પ્રકારની યોજનાઓ વિશ્વના અન્ય ગરીબ દેશો પણ સ્કૂલે જતા બાળકો માટે ચલાવે છે.જેમાં વિશ્વના ૧૫૦ દેશોના ૩૭ કરોડ બાળકો સ્કૂલમાં ભોજનથી વંચિત રહી ગયા હતા જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં આપવામાં આવી છે.જોકે આ તો લોકડાઉન દરમિયાનની વાત થઇ હતી. આમ વર્ષ ૨૦૧૯ના આંકડા મુજબ દુનિયાના ૫૫ દેશોમાં તો સ્થિતિ ખૂબજ ખરાબ છે.જેમાં અંદાજે ૧૩.૫ કરોડ લોકો ખોરાક સંકટનો સામનો કરી રહયા છે.જયારે ૨૦૦ કરોડ લોકોને હજુપણ પૂરતા પ્રમાણમાં સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન મળતું ન હતું.આમ વર્ષ ૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારીએ પછાડ ઉપર પાટું માર્યુ હોય એમ આ સંકટને ખૂબ જ વધારી દીધું છે.દુનિયામાં ૫ વર્ષની ઉંમરના અંદાજે ૧૪.૪ કરોડ બાળકો પોતાની ઉંમરના પ્રમાણમાં શારીરિક વિકાસ ધરાવતા ન હતા જેમાં કોરોના પછી વધુ ૩૪ લાખનો ઉમેરો થયો છે.એવી જ રીતે ૫ થી ૧૯ વર્ષની ૭.૪ કરોડ બાળકીઓ અને ૧૧.૭ કરોડ છોકરાઓ પોતાની શારીરિક લંબાઇના પ્રમાણમાં પાતળા છે.
જો કે કોવિડ-૧૯ની મહામારી ચરમસીમાએ હતી અને તમામ પ્રકારની આર્થિક ગતિવિધીઓ અને શિક્ષણ કાર્ય બંધ હતું.ત્યારે આર્થિક અને અનાજની મદદ ગોઠવવામાં આવી હતી.જેમાં જરૂરીયાતમંદો માટે ખાધ સુરક્ષા મહત્વની સાબીત થઇ હતી તેમ છતાં અનિયમિતતાના કારણે સેંકડો પરીવારોએ મહામારીમાં પરેશાન થવું પડયું હતું.કોરોના મહામારી ધીમેધીમે ઓછી થઇ રહી હોવાથી શાળાઓ શરૂ થવાની આશા બંધાઇ છે.પરંતુ ૧૦ થી ૧૧ મહિના સુધી જે નુકસાન થયું તેને ભરપાઇ કરી શકાય તેમ નથી.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved