લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / લકઝરી કારોમાં રૂા.1.50 લાખ સુધીનો વધારો થશે

કેન્દ્રીય બજેટમાં કોઈ મોટો કરબોજ લાદવામાં આવ્યો ન હોવાછતાં કેટલીક ચીજોમાં આયાત જકાત વધારવામાં આવી છે તેની અસર વૈભવી કારની કિંમતમાં 35,000 થી માંડીને રૂા.1.50 લાખ સુધીનો વધારો થવાની શકયતા છે.આમ સરકાર દ્વારા એકાદ ડઝન ઓટો પાર્ટસની ડયુટી બંધ કરવામાં આવી છે. સેફટી ગ્લાસ,એન્જીન,ગીયર પાર્ટસ,ઈલેકટ્રીકલ-વાયરીંગ પાર્ટસ,બ્રેક વગેરે મોંઘા બનતા પ્રિમીયમ-લકઝરી કારોના ભાવમાં 1 થી 2.50 ટકા સુધીનો વધારો શકય છે.આમ કાર કંપનીઓ ભાવવધારાના વાસ્તવિક આંકડાની ગણતરી કરવામા લાગી છે.