લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના 7 રાજ્યમાં કરા સાથે માવઠું થવાની આગાહી કરાઇ

સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં વાતાવરણમાં પલટો આવ્યો છે.ત્યારે દેશના ઝારખંડમાં કરા સાથે વરસાદ પડવાની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે.ત્યારે આગામી 14 અને 15 માર્ચના રોજ દેશના કાશ્મીર, લદાખ,હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ,રાજસ્થાન,પંજાબ,હરિયાણા,દિલ્હી,ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના છે.ત્યારે શનિવારે ઉત્તરાખંડ,હરિયાણા,ચંદીગઢ,દિલ્હી,મધ્યપ્રદેશ,છત્તીસગઢ અને રાજસ્થાનમાં કરા સાથે વરસાદ પડશે.ત્યારે આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે,જ્યારે કાશ્મીર,લદાખ અને પંજાબમાં યેલો એલર્ટ અપાયું છે.

હવામાન વિભાગ મુજબ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેમજ મધ્યપ્રદેશ,છત્તીસગઢ,ઝારખંડ અને બિહારના ઘણા વિસ્તારોમાં કરા પડશે.આમ ઝારખંડ રાજ્યના ઘણા વિસ્તારોમાં ગુરુવાર સાંજે ભારે વરસાદ પડવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.જ્યાં મેક્સિમમ તાપમાન 33 ડીગ્રી નોંધાયું હતું.