લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 58,952 કેસો સામે 278 દર્દીઓનાં મોત થયા

મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળો વધી રહ્યો છે.ત્યારે દિનપ્રતિદિન કોરોના દર્દીઓની સંખ્યામા વધારો થઈ રહ્યો છે.ત્યારે કોરોના વાઈરસની ચેઈનને તોડવા માટે આજથી રાજ્યમાં ૧૫ દિવસનું હળવું લોકડાઉન અમલમાં આવી ગયું છે.આમ મહારાષ્ટ્રમાં કોરોનાના 58,952 કેસ નોંધાયા છે જ્યારે ૨૭૮ લોકોના મોત થયા છે,જ્યારે રાજ્યમાં 6,12,070 કોરોના એક્ટિવ કેસો છે.જે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.આમ મુંબઈમાં આજે કોરોનાના નવા 9925 કેસ નોંધાયા હતા જેમાં 54 દર્દીઓના મોત થયા હતા.આ સાથે શહેરમા કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 5,44,942 થઈ છે,જ્યારે મરણાંકની સંખ્યા 12,140 થઈ છે.આમ શહેરમા કોરોના દર્દીઓનું રિકવરી થવાનું પ્રમાણ 81 ટકા થયું છે.