લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં આજે મુખ્યમંત્રીનું સંબોધન,15 દિવસના લોકડાઉનની શક્યતાઓ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે.ત્યારે ગઇકાલે મહારાષ્ટ્રમાં 51,751 નવા કેસો નોંધાયા છે,જ્યારે 258 લોકોના મોત થયા છે. આમ છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં લોકડાઉનનું જોખમ તોળાઇ રહ્યું છે.ત્યારે આજે સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કરે તેવી શક્યતો જોવાઈ રહી છે.જેમાં તેઓ લોકડાઉનની ઘોષણા કરી શકે છે.જોકે આ લોકડાઉન ગયા વર્ષ જેવું નહીં હોય તેના માટે એસ.ઓ.પી તૈયાર કરવામાં આવી છે.ત્યારે બીજીતરફ મહારાષ્ટ્રના મંત્રીએ જણાવ્યું છે કે કોરોનાનો કહેર વધતાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ વધારવામાં આવી છે.આમ લોકડાઉનના ભણકારા વાગતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી છે ત્યારે લોકો ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે તો આ તરફ લોકડાઉનની આશંકા વચ્ચે મહારાષ્ટ્રમાંથી પ્રવાસી મજૂરો પણ પલાયન કરી રહ્યા છે.જેમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારની ટ્રેનોમાં ભીડ જોવા મળી રહી છે.