લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ બનતા નાગપુર શહેરમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નાગપુરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે.જેમાં આગામી 15 થી 21 માર્ચ સુધી શહેરમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે.ત્યારે કોઈને બહાર નીકળવાની છૂટ મળશે નહી ફક્ત આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવામા આવશે.ત્યારે બુધવારે નાગપુરમાં 1710 નવા કેસ નોંધાયા હતા.આમ 173 દિવસ પછી કોરોનાના સૌથી વધુ કેસ એક દિવસમાં નોધાયા છે.જે બાબતે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું હતું કે 20 થી 40 વર્ષની વયજૂથની મહિલાઓ અને લોકોમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે.

નાગપુરમાં કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે આગામી 14 માર્ચ સુધી નાઇટ કર્ફ્યુ લગાવેલો છે.જેમાં હોટલ,મોલ,રેસ્ટોરાં અને ખાનગી કચેરીઓને સપ્તાહના અંતે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જોકે સપ્તાહના અંતે ફક્ત આવશ્યક ચીજોના સ્ટોર્સને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.પરંતુ કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈને સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.