લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં કોરોનાના 67,000થી વધુ કેસ,જ્યારે 568 દર્દીઓના મોત થયા

મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી ખૂબ જ ફેલાઇ રહી છે.જેમાં દર્દીઓ અને મૃતકોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે.ત્યારે આ રોગચાળાને નાથવા માટે રાજ્ય સરકારે કડક લોકડાઉનનો અમલ કર્યો છે.જેમાં આજે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 67,013 કેસ નોંધાયા છે,જ્યારે 568 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.આમ મહારાષ્ટ્રમા કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 40,94,840 થઈ છે,જ્યારે મૃત્યુઆંક વધીને 62,479 થયો છે જ્યારે 33,30,747 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે.