લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા અત્યારસુધીમાં કેટલાક તાલીમાર્થી ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા

મહારાષ્ટ્રના રેસિડેન્સિઅલ ડૉક્ટર્સને કોરોનાના કામકાજનો વધુ ભાર સહન કરવો પડી રહ્યો છે,ત્યારે તાલીમાર્થી ડૉક્ટર્સની અવસ્થા સાવ દયનીય થઈ છે.જેમાં ગત બે મહિનામાં રાજ્યના 463થી વધુ રેસિડેન્સિઅલ ડૉક્ટર્સને કોરોના થયાનું સામે આવ્યા બાદ સરકારી કૉલેજના આશરે 450 જેટલા તાલીમાર્થી ડૉક્ટર્સ પણ કોરોનાગ્રસ્ત થયાં હોવાનું સામે આવી રહ્યું છે.ત્યારે આ તાલીમાર્થી ડૉક્ટર્સના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ પણ કોરોનાગ્રસ્ત થયાં હોવાનું સામે આવ્યું છે.આમ આ તાલીમાર્થી ડોક્ટરો કોરોનાના દર્દીઓની પ્રત્યક્ષ સેવામાં નથી.પરંતુ સતત આરોગ્ય યંત્રણામાં અવરજવર હોવાથી સંક્રમણ વધી રહ્યુ છે.