મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે.ત્યારે રાજય સરકાર દ્વારા મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જયારે અન્ય દિવસોમાં નાઈટ કરફયુ ઉપરાંત મોલ,થિયેટર,રેસ્ટોરા બંધ કરાવવામાં આવ્યા છે.આમ કેબીનેટ બેઠકમાં થયેલા નિર્ણય બાદ રાજય સરકાર દ્વારા કોરોના નિયંત્રણોની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી.જેના અંતર્ગત આવશ્યક સેવાઓની આપૂર્તિ કરતી સિવાયની તમામ દુકાનો માસના અંત સુધી બંધ રહેશે.જ્યારે બીનઆવશ્યક ચીજોની ખરીદી માટે માત્ર સોમવારની છુટ્ટ આપવામાં આવી છે.
આમ રાજ્યમાં ટેકઅવે તેમજ હોમ ડીલીવરીની છુટ્ટ આપવામાં આવી છે.વિક એન્ડ સિવાયના દિવસોમાં રાત્રે 8 થી સવારે 7 વાગ્યા સુધીનો નાઈટ કરફયુ રહેશે.જે સમયગાળા દરમ્યાન પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આમ કોઈપણ પ્રકારના ધાર્મિક,સાંસ્કૃતિક,રાજકીય અને સામાજીક કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.સાથે જ સ્કુલ-કોલેજ તથા ખાનગી ટ્યુશન કલાસ પર પણ પ્રતિબંધ મુકાયો છે.નિયંત્રણાત્મક પગલાઓમાં હોસ્પીટલો,નિદાન કેન્દ્રો,ફાર્મસી સહિતની આરોગ્ય સેવા,કરિયાણા,શાકભાજી તથા ખાદ્યચીજોની દુકાનો,ટ્રેન,બસ,ટેકસી,ઓટોરીક્ષાને મુક્તિ આપવામાં આવી છે.માલ પરિવહન તથા કૃષિવિષયક પ્રવૃતિ ઉપરાંત ઈ-કોમર્સને પણ છુટછાટ રહેશે. બેંકીંગ,વીમા,ટેલીકોમ તથા મેડીકલેઈમ સેવાઓને પણ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આમ આવશ્યક સેવાઓમાં પણ સામાજીક અંતર જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે.તેમજ મોલ,બાર,રેસ્ટોરા બંધ રહેશે.તેમજ સરકારી તથા અર્ધસરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફને બોલાવી શકાશે.આ સિવાય ઓટોરીક્ષા કે ટેકસીમાં બે મુસાફરો બેસાડવાની છુટ્ટ આપવામાં આવી છે. જીમ,સલૂન અને બ્યુટીપાર્લર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved