લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 47,827 નવા કેસો નોધાયા,202 દર્દીઓના મોત થયા

દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.ત્યારે મહારાષ્ટ્રમાં કુલ 47,827 નવા કોરોનાના કેસો નોંધાયા છે,જ્યારે 202 લોકોનાં મોત થયા છે. આમ આ સાથે રાજ્યમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 29,04,076 પર પહોંચી ગઈ છે.આમ છેલ્લા 24 કલાકમા મુંબઈમાં કુલ 8,832 નવા કોવિડ કેસ નોંધાયા છે તેમજ 5352 લોકો સાજા થઇ ચુક્યા છે.જ્યારે 20 લોકોનાં મોત થઇ ગયા છે.આ સાથે શહેરમાં કોરોના સંક્રમણનો કુલ આંક 4,32,192 પર પહોંચી ગયો છે.

આ ઉપરાંત રાજ્યના નાગપુર શહેરમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4108 નવા કેસ નોંધાયા છે જ્યારે 60 લોકોના મોત થયા છે.આમ આ સાથે શહેરમાં કોરોના દર્દીઓનો આંકડો 2,33,776 પર પહોંચી ગયો છે.