લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રામનવમી,મહાવીર જયંતિ સહિતના તહેવારો સાદાઈથી ઉજવવા અપીલ કરાઇ

મહારાષ્ટ્રમા વધી રહેલા કોરોનાના કેસોને લઈ રાજય સરકારે રામનવમી,મહાવીર જયંતિ તેમજ હનુમાન જયંતિ સહિતના તમામ ધાર્મિક તહેવારો ઘરે રહીને સાદાઈથી ઉજવવાની રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.જે અંતર્ગત તમામ ધાર્મિક મંદિરો બંધ છે.ત્યારે માત્ર પૂજારી મંદિરમાં ભગવાનની પૂજા કરવા જઈ શકે છે,તેમજ ભગવાનના દર્શન કરાવવા માટે મંદિરના સંચાલકો અથવા વ્યવસ્થાપકોએ સ્થાનિક કેબલ,વેબસાઇટ તથા ફેસબુક થકી ઘરેબેઠા દર્શન કરવાની વ્યવસ્થા કરાવી શકે છે.આમ આ તહેવારમાં શોભાયાત્રા,સરઘસ નહીં કાઢવાની અપીલ કરાઇ છે.