લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ મુખ્યાલયમાં પ્રવેશબંધી કરાઇ

કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકા ક્ષેત્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે.જેથી જુદા-જુદા પ્રતિબંધો લાગુ કરાઈ રહ્યાં છે.આમ આવો જ એક પ્રતિબંધ મહાપાલિકાએ રજૂ કરતા પાલિકાના મુખ્યાલય તથા પાલિકાના પ્રભાગ કાર્યાલયોમાં નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.જે આદેશ મુજબ વર્તમાનમાં નાગરિકોને મહાપાલિકામાં પ્રવેશવાની પરવાનગી નહીં મળે.જેમાં કોઈને અત્યાવશ્યક કામ હોય તો પહેલા સંબંધિત અધિકારીની પરવાનગી લેવી પડશે.તેમજ અન્ય કામો માટે પાલિકાની વેબસાઈટ કે ઈમેલ દ્વારા સંપર્ક કરી શકાશે. ત્યારે નાગરીક સુવિધા કેન્દ્ર પર માત્ર પોસ્ટ સ્વીકારવામાં આવશે.