મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે.ત્યારે નાગપુર બાદ અકોલામાં પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અકોલામાં શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.એ સિવાય પુણેમાં રાત્રીના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે.આમ આગામી 31 માર્ચ સુધી તમામ શાળા,કોલેજો બંધ કરવાનો નિર્ણય કરવા આદેશ આપવામાં આવ્યા છે.ત્યારે પુણેમાં હોટલ અને બાર રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધી બંધ રહેશે.જે નિયમો મોલ અને થિયેટર્સમાં પણ લાગુ કરાશે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 23 હજારથી વધુ કેસ નોંધાયા છે.મહારાષ્ટ્ર,કેરલ સહિત કુલ 6 રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.કેન્દ્ર સરકાર પ્રમાણે ગુજરાત,મહારાષ્ટ્ર,કેરળ,પંજાબ,કર્ણાટક અને તામિલનાડુમાં કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે.ભારતમાં વર્તમાન સમયમાં એક્ટિવ કેસો છે તેમાંથી 71.69% કેસો માત્ર કેરળ અને મહારાષ્ટ્રના છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved