લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન સામે કઠોર નિયંત્રણો લદાશે

મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કરવા અંગે પક્ષો વચ્ચે મતભેદ સર્જાયા છે.જેમાં નાઈટ કરફયુ બાદ સંપૂર્ણ લોકડાઉનને બદલે તેના જેવા આકરા નિયંત્રણો લાદવામાં આવે તેવા નિર્દેશ સાંપડયા છે.આમ ઉધ્ધવ ઠાકરે સરકાર હવે સંપૂર્ણ લોકડાઉન લાગુ નહિં કરે તેના બદલે એકાદ દિવસમાં નવી માર્ગદર્શિકા બહાર પાડશે જેમાં લોકોની અવરજવરથી માંડીને અનેકવિધ પ્રવૃતિઓ માટે નિયમો હશે.

મહારાષ્ટ્રમાં ચાલુ મહિનામાં 6 લાખથી વધુ કોરોના કેસો નોંધાયા છે જેમાં 2100થી વધુ લોકોનો ભોગ લેવાયો છે.છેલ્લા 2 સપ્તાહમાં નવા કેસોમાં 32.21 ટકાનો વધારો થયો છે.ભીડ રોકવા માટે રેસ્ટોરાં,મોલ,જાહેરસ્થળો,પબ,ખાનગી ઓફીસો માટે કડક નિયમો હશે.જેમાં ઓફીસો માટે 50 ટકાથી ઓછી હાજરીનો નિયમ બનશે.રાજયમાં એપ્રિલના મધ્ય સુધી નવા કેસો ઉચ્ચસ્તરે રહી શકે છે ત્યારબાદ ઘટાડો શકય છે.આમ વર્તમાન લહેર ખતમ ન થાય ત્યાં સુધી આકરા નિયમોનું પાલન કરવુ પડશે.