લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રના પુણેમાં આજથી 12 કલાકનો કરફ્યુ કરાયો,મુંબઈમાં 600 ઈમારતો સીલ થઈ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી લહેરથી લોકડાઉનની શક્યતાઓ વધી રહી છે.ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આગામી બે દિવસમાં આ બાબતે કોઈ નિર્ણય લેવાની વાત કરી છે.આમ આ મહામારીના કારણે મુંબઈમાં લગભગ 600 જેટલી ઈમારતોને સીલ કરવામાં આવી છે.જ્યારે પુણેમાં સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધીનું એટલે કે લગભગ 12 કલાકનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે.તેમજ હોટેલ,રેસ્ટોરન્ટ,ટ્રાવેલ,બાર, સાપ્તાહિક માર્કેટ પર પ્રતિબંધ લગાવી દેવાયો અને ધાર્મિક સ્થળો અને સિનેમાઘરો આગામી 7 દિવસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ અગાઉ શહેરમાં લગ્ન સમારોહમાં 50 લોકો સામેલ થઈ શકશે,જ્યારે અંતિમ સંસ્કારમાં 20 લોકોને મંજુરી આપવામાં આવશે. શહેરમાં કલમ 144 એક અઠવાડિયા સુધી લાગુ રહેશે.ત્યારબાદ સ્થિતિની સમીક્ષા કરીને આગામી નિર્ણય લેવામાં આવશે.જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.