લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં આવનારા 4 દિવસ હવામાન ભારે તોફાની રહે તેવી શક્યતાઓ

મહારાષ્ટ્રમાં એકતરફ ઉનાળો ત્યારે બીજીબાજુ ગાજવીજ સાથે તોફાની પવન અને કમોસમી વર્ષા સાથે કરા પડી રહ્યા છે.ત્યારે હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાનીના જણાવ્યા મુજબ આવતા ચાર દિવસ સુધી રાજ્યના દક્ષિણ કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા અને વિદર્ભમાં ભારે ગાજવીજ,તોફાની પવન અને હળવાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે.ત્યારે પુણેમા 30 મિલિમીટર,મહાબળેશ્વર 2 ,સતારામાં 1 અને નાંદેડમા 3 સેન્ટમીટર વર્ષા થઇ છે.આમ આ સિવાય મુંબઇમાં આવતા 48 કલાક દરિમયાન આકાશ વાદળિયું રહે તેવી શક્યતા જોવાઈ રહી છે.ત્યારે મહત્તમ તાપમાન 35-36 ડિગ્રી,જ્યારે લઘુત્તમ તાપમાન 26,27 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવનાઓ છે.