લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં કોરોના બાદ બ્લેક ફંગસ જોવા મળ્યો

મહારાષ્ટ્રમાં મ્યુકરમાઈકોસીસ રોગનો ફેલાવો વધ્યો છે.જેના કારણે અત્યારસુધીમાં 52 જેટલા લોકોનાં મૃત્યુ નીપજયા છે,જયારે 8 દર્દીઓની એક આંખની દ્રષ્ટિ ગાયબ થઈ છે.આમ મહારાષ્ટ્રમાં વર્ષ 2020માં મ્યુકરમાઈકોસીસથી ખુબ જ ઓછા લોકોના મૃત્યુ થયા હતા.પરંતુ આ વર્ષે વધુ મોત થયા છે.જે બાબતે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રાજયમાં મ્યુકરમાઈકોસીસનાં લગભગ 2000 જેટલા કેસો છે ત્યારે તેમણે જણાવ્યું હતુ કે રાજયમાં આ રોગના દર્દીઓની સારવાર માટે 1 લાખ એમ્ફોટરીસીન બી ફંગસ વિરોધી ઈન્જેકશન ખરીદવા ટેન્ડર બહાર પાડવામાં આવશે.તેમજ મહાત્મા ફુલે જન આરોગ્ય અંતર્ગત મ્યુકરમાઈકોસીસના દર્દીઓને મફત સારવાર આપવામાં આવશે.