લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતાં ફરી લોકડાઉનની શક્યતાઓ જોવા મળી

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થતાં સરકાર રાજ્યમાં ફરી લોકડાઉન મૂકવાનું વિચારી રહી છે.જેમાં રાજ્યનું બજેટ અધિવેશન પૂર્ણ થયા બાદ લોકડાઉન લાદવામાં આવે તેવા સંકેતો આપવામાં આવ્યા છે.આમ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૮૭૪૪ કેસ નોંધાયા હતા અને ૨૨ દર્દીના મોત થયા હતા.જ્યારે ૯૦૬૮ કોરોનાના દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આમ મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૨૨,૨૮,૪૭૧ થઈ છે,જ્યારે મરણાંક ૫૨,૫૦૦ થયો,જ્યારે રાજ્યમાં ૨૦,૭૭,૧૧૨ દર્દીઓ કોરોનાથી મુક્ત થતાં રિકવરીનું પ્રમાણ ૯૩.૨૧ ટકા થયું છે.